મોરબી : ગરીબ દર્દીને ન્યાય અપાવવામાં તંત્ર રહ્યું નિષ્ફળ ??

આ હોસ્પિટલ સામે પગલાં ના ભરનાર અધિકારીઓ ભ્રષ્ટાચારી હશે ?

મોરબી જિલ્લા કક્ષાના અધિકારીઓ ગરીબને સહાય નથી અપાવી શકતા તો શું ? તેઓ પણ આ હોસ્પિટલના સમર્થના માં છે ? જો નથી તો અત્યાર સુધી કેમ હોસ્પિટલ સામે પગલાં ભરવામાં આવ્યા નથી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગરીબ લોકોની ચિંતા કરી રહ્યા છે ગરીબ લોકો માટે દિવસ રાત કામ કરી રહ્યા છે જ્યારે તેની સામે અધિકારીઓ પોતાની કામગીરી કરવાની શૈલી અલગ પ્રકારની છે ગરીબ દર્દીને અકસ્માતની સહાય નથી મળી દર્દી સહાય મેળવવા માટે વલખા મારી રહ્યો છે ત્યારે આ અધિકારીઓ આ સહાય અપાવવા માટે કેમ આગળ નથી આવી રહ્યા તે એક પ્રશ્ન છે ?? કે પછી આ અધિકારીઓ પોતાના ખિશા ગરમ કરી લીધા છે એટલે આ ગરીબ દર્દીનો અવાજ તેમના સુધી નથી પહોંચતો ?

ખરાબ સિસ્ટમના કારણે આવા અનેક દર્દીઓ અનેક પ્રકારની સહાય થી વંચિત રહીં જાય છે જ્યારે આ જાડી ચામડીનું તંત્ર ક્યારે એક્શન લેશે એ સમજાતું નથી ગરીબની સહાય મેળવો એ તેના હક્કની વાત છે જો હક તેને સીધી રીતે નહિ મળે તો તેઓ કોર્ટ ના દરવાજા ખખડાશે તે નક્કી છે એટલે આવનાર દિવસોમાં આ હોસ્પિટલ થતા અન્ય ભ્રષ્ટાચારો સામે આવશે તે પણ પાકું છે હોસ્પિટલ સંચાકલ રાજકીય વગ ધરાવતા હોય જેથી આ સહાય આપવા બાબતે તેઓ ઢીલું મૂકે તેમ નથી જેથી હવે દર્દીને કોર્ટના શરણે જવું પડે અને આ હોસ્પિટલ થતા બીજા ભ્રષ્ટાચાર પણ ખુલ પડશે તેવું લાગી રહ્યું છે

દર્દી ને જો ટૂંક સમયમાં સહાય નહિ મળે તો દર્દી દ્વારા આવનાર દિવસોમાં કોર્ટ અને ગ્રાહક સુરક્ષા માં બને જગ્યા પર ફરિયાદ કરવામાં આવશે જો તેવું બન્યું તો જિલ્લા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોર્ટ અને ગ્રાહક સુરક્ષા ની કચેરીના ધક્કા ખાતા થઈ જશે

મોરબીમાં ગત તારીખ 11.5.2022 ના રોજ ટંકારા પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલ વ્યક્તિને અકસ્માતમાં ઇજા પહોંચી જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલ ના ડોકટર દ્વારા દર્દી ને આયુષ હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું જેથી દર્દી ને આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા તેમને મોઢા ભાગ પર ગંભીર ઇજા પહોંચી હતી જેથી ત્યાં ટાંકા લેવામાં આવ્યા હતા

સરકાર દ્વારા ચાલતી અકસ્માતની યોજના હેઠળ 24 કલાક દરમિયાન 50 હજાર સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે જેમાં પ્રાથમિક સારવાર થી માંડીને ઓપરેશન સુધી એટલે કે 50 હજાર રૂપિયા સુધીની મર્યાદા સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે તેમજ અકસ્માત થયા બાદ પોલીસ ફરિયાદ થવી જરૂરી છે આ યોજના ઘણા સમય થી ચાલુ છે પણ આયુષ હોસ્પિટલ ના ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું કે આ યોજનાનો લાભ તમને મળી શકે તેમ નથી ત્યાંના ડોકટરો અને વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈ ઓપરેશન આવે તો આ યોજનાનો લાભ મળે નહીંતર ના મળે હવે આ આયુષ હોસ્પિટલ માં જ નિયમો અલગ છે કે શું ??

શું આ દર્દીને કોર્ટ ના ચકર લગાવ્યા વિના જ સહાય મળશે કે પછી કાયદાકીય લડત બાદ જ સહાય મળશે ?