મોરબી : નિવૃત થયા બાદ ભૂખ્યાને ભોજન અને બાળકોને શિક્ષણ આપતા દાદા

સેવા થકી સમાજને નવી રાહ ચીંધવાનું કામ અનેક લોકો કરતા હોય છે પણ નોકરી માંથી નિવૃત થયા બાદ સેવાનું કાર્ય કરવું એ ક્યાંક જ જોવા મળે છે

મોરબીમાં રહેતા વિનોદભાઈ નિમાવત રેલવેની નોકરી માંથી નિવૃત થયા બાદ લોક સેવાનું બીડું ઉપાડ્યું છે હાલ વિનોદભાઈ દ્વારા નિરાધાર લોકોને ભોજન કરાવી રહ્યા છે જેમક તેઓ સારું અને શ્રેષ્ઠ ભોજન આપી રહ્યા જેમાં શાખ, રોટલી, દાળ-ભાત ખવડાવીને લોકોની આંતરડી ઠારી રહ્યા છે તેમજ તેની સાથે સાથે ગરીબ બાળકોને શિક્ષણ પણ આપી રહ્યા છે રોજ એક કલાક ઝૂંપડ પટ્ટી માં રહેતા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે

વિનોદભાઈએ સ્વ.નર્મદાબેન ભાણદાસ નિમાવાત ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી નામના ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે તેઓ હાલ ભાડે મકાન રાખીને આ સેવાકીય પ્રવુતિ કરી રહ્યા છે અને લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે