ખેલમહાકુંભ 2022 અંતર્ગત માળિયા તાલુકા કક્ષાએ મેઘપર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે

(અહેવાલ: જયેશ બોખાણી) : તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલમહાકુંભમાં શ્રી મેઘપર પ્રાથમિક શાળાએ 62 પોઈન્ટ મેળવી સમગ્ર માળીયા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. શ્રી મેઘપર પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ ઈવેન્ટો માં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાની સિદ્ધિમાં વધુ એક શિરછોગુ ઉમેર્યું છે.

જેમાં વિવિધ ઈવેન્ટો જેવી કે, ૫૦ મિટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ,૬૦૦ મિટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કુદ, ઊંચી કૂદ ,ગોળા ફેંક, ચક્ર ફેંક જેવી વ્યક્તિગત ઈવેન્ટ તથા ખો-ખો અને કબડ્ડી જેવી ટિમ ઈવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ જાળવી રાખ્યો હતો. જેમાં વિવિધ ઈવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમોને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.