ટંકારાના ફકીર સમાજના અભણ પિતાએ રીક્ષા ચલાવી ધોરણ 12 માં 71 ટકા મેળવતો અયાન હુસેન 

મોરબી: તાજેતરમાં જ ધોરણ 12 અને 10નું પરિણામ જાહેર થતાની સાથે સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૨ અને ૧૦ મા ના વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે સફળતાની સીડી પ્રાપ્ત કરી રહ્યા છે. જેમાં સર્વે વિદ્યાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે મહેનત સાથે સારા માર્ક મેળવીને સારી ટકાવારી મેળવી સમાજનું ગૌરવ બન્યા છે ત્યારે સહોરવદી ફકીર સમાજના અયાન હુશેન ઓશમાણ એ ધોરણ 12 કોમર્સ માં 71ટકા માર્ક મેળવી સમાજનું ગૌરવ બન્યો છે જેથી ટંકારા સહિત સમગ્ર મુસ્લિમ સહોરવદી ફકીર સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે

સહોરવદી ફકીર સમાજના ઓસ્માણભાઈ રીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું આ કારમી મોંઘવારીમાં ગુજરાત ચલાવી રહ્યા છે એવા સમયે શિક્ષણ ક્ષેત્રે પોતાનું બાળક નબળું નાસીપાસ ન બને તે માટે તનતોડ મહેનત કરી પુત્ર અયાન હુસેનને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સફળતાની દરેક સીડી પ્રાપ્ત કરે તેવી આશાઓ સાથે અભણ ઓસ્માણભાઈ દુવાઓ આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી ધોરણ 12 માં કોમર્સ માં ૭૧ ટકા માર્ક મેળવી મુસ્લિમ ફકીર સહોરવદીસમાજનું ગૌરવ બન્યો છે જેથી સમગ્ર મુસ્લિમ ફકીર સમાજ સહી સગા સંબંધી મિત્રો શુભેચ્છાઓ અયાન હુશેન ઓશમાણ ભાઈ ને પાઠવી હતી.