મોરબીની નવયુગ સ્કુલનું ધોરણ-10 નું ઝળહળતું પરિણામ

મોરબીની નવયુગ સ્કુલનું ધોરણ-10 નું ઝળહળતું પરિણામ,14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવી નવયુગનો ડંકો વગાડયો તારીખ 06-06-22 રોજ શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયુ તેમા બોર્ડનું પરિણામ 65.68 ટકા,મોરબી જીલ્લાનું 73.79 અને નવયુગ સ્કુલનું પરિણામ 98.38 ટકા ધમાકેદાર પરિણામ લાવી નવયુગ જીલ્લામાં ડંકો વગાડેલ છે. નવયુગ સ્કુલના 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતીર્ણ થઇ નવયુગ સ્કુલનું નામ રોશન કરેલ છે. નવયુગ સ્કુલના વિદ્યાર્થીઓ વિષયવાર 100 માંથી 100 લાવી શાળા અને શિક્ષકોનું નામ રોશન કરેલ છે.

જેમાં ગોસ્વામી વિશ્વેશપુરી સંજયપુરી ગણિતમાં 100 માંથી 100, ગોસ્વામી વિવેશપુરી સંજયપુરી સંસ્કૃતમાં 100 માંથી 100, કોટક હરિકૃષ્ણ હિતેષભાઇ ગણિતમાં 100 માંથી 100, સિણોજીયા હેનિલ રાજેશભાઇ ગણિતમાં 100 માંથી 100, જીવાણી જાનવી ધીરજલાલ સંસ્કૃતમાં 100 માંથી 100 ધોરણ 10 માં ઉચ્ચ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકોને સંસ્થાના પ્રમુખ પી.ડીકાંજીયા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.