“રોડ સેફટી વિભાગ નું પેટ્રોલિંગ ઢીલું ઢભ સ્થાનિક નેતાઓ પ્રજા ચિંતન પ્રશ્નો ઉઠાવવામાં પણ મૌન”…
મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવરજવર રહી છે તેવા મુખ્ય માર્ગ પર આવેલા ટંકારા ખાતે આવેલ છાપરી પાસે નુ સ્પીડ બ્રેકર વધુ ઊંચાઈ વાળું હોવાથી વાહન ચાલકો ને ભારે હાલાકી પડી રહી છે જે સ્પીડ બ્રેકર ના કારણે નાના-મોટા અકસ્માતનો ભયં સતત રહે છે અને અજાણ્યા વાહન ચાલકો માટે તે સ્પીડ બ્રેકર વાહનોને પણ નુકસાન કારક બન્યા હોય તેવી વ્યાપક ફરિયાદો વાહન ચાલકોમાં ઉપર પામી છે પરંતુ સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો સંસદસભ્યો ગામ પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો પ્રજા ચિંતક કાર્યમાં નિષ્ફળ રહ્યા હોય તેમ લોકો અનુભવી રહ્યા છે
ત્યારે દુખદ વાત તો એ પણ છે કે ઇમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સ તે છાપરી નજીક સરકારી હોસ્પિટલ હોવાથી અવર જવરથી સમસ્યાનો ભોગ બની રહી છે મોરબી થી ટંકારા તરફ આવતા જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ આ સ્પીડ બ્રેકર અંગે કે પ્રજા ચિંતન કાર્યોમાં રસ ના હોય તેમ ટંકારા પંથકના લોકો મહેસૂસ કરી રહ્યા છે વાર-તહેવારે રોડ સેફટી વિભાગ દ્વારા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે વાહન ચાલકો માટે અકસ્માત જનક આ ટંકારા હાઇવેનું સ્પીડ બ્રેકર અકસ્માત જનક બન્યું છે તે અંગે નબળું પેટ્રોલિંગ રોડ સેફટી વિભાગનું રહ્યું હોય તેમ તસવીરમાં નજરે પડે છે