હળવદ સરકારી હોસ્પિટલ મા ફરજ બજાવતા ડોક્ટર ની સુજબુજ થી સગર્ભા મહિલા ની સફળ પ્રસૃતી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો મિડ વાઇફ ઓફિસર ની સૂઝબૂઝથી શીરોઈ ગામ ની સગર્ભા મહિલા ને પ્રસૂર્તી વેળાએ દુખાવો ઉપડતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ફરજ પરના ડોક્ટરે ઉવેશ સુમરા એ તે મહિલાની તપાસ કરતાં ખબર પડી કે નવજાત શિશુ અંદરથી મોઢાના ભાગે આવે છે જે કન્ડિશનમાં તેઓને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવા પડે પરંતુ પ્રસૂતિની પીડા સાથે સંપૂર્ણ જગ્યા ખુલ્લી હતી જો આગળ મોકલવામાં આવે તો મહિલા તેમજ બાળકનો બંનેના જીવનું જોખમ હતું ત્યારે મીડવાઇફ ઓફિસર પોતાની સૂઝબૂઝથી ડો ઉમરા સુમરા એ આ પ્રસૂતિ કરાવી, સોનોગ્રાફી રિપોર્ટ કરાવેલ હતા નહીં તેમ છતાં પણ ડોક્ટરે પોતાની સૂઝબૂઝથી મહિલા તેમજ બાળકને જીવન આપ્યું