વાંકાનેર ના કણકોટ મોમીન મુસ્લિમ સમાજનું ગૌરવ
રિપોર્ટ..ફારૂક મદાર : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના નાનકડા એવા કણકોટ ગામના વાતની ઉસ્માનગની શેરસીયાની દીકરી ઝોહરા જબીન ૨૦૦૪માં જન્મ થયો. ઉસ્માનગની સામાજિક કાર્યકર હોય છોકરીને પણ ભણાવવા પાછળ ખુબ જ ધ્યાન આપ્યું અને તેના પત્ની પણ દીકરીને ભણાવવા મહેનત કરી. ઉસ્માનગની અને તેમના પત્ની બંને ગેજયુએટ હોય દીકરીને ઘરેથી જ ખુબ સાથ સહકાર આપ્યો અને આજે તેનું પરિણામ તેમની દીકરી એ ધો. 12 ના કોર્મસમાં ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરેલ પરિણામ પ્રમાણે ગુજરાત રાજ્યમાં બીજા નંબર અને મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને ગુજરાત મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે.
ઝોહરા જબીન નાનપણથી ખુબ મહેનત અને આયોજન સાથે અભ્યાસ કરતી હતી, એકવાર જે પણ ભણે એટલે તેને એ બધું યાદ રહી જતું હતું અને જે પણ ભણવામાં મુશ્કેલ આવે તે સોલ્વ ન કરે ત્યાં સુધી તે શીખવામાં જ રસ ધરાવતી હતી. ધો. ૧૦ સારા માર્ક્સ સાથે પાસ થાય પછી બધા સાયન્સમાં અભ્યાસ માટે કહેતા હતા પણ તેનું સ્વપનું છે કે સ્પર્ધાત્મક એક્ઝામ પાસ કરવી અને સમાજ અને દેશ માટે કંઈક કરી છુટવાની તમન્ના છે જેથી હવે તે પોતાના સ્વપના તરફ આગળ વધશે અને સ્વપ્નું સાકાર તે માટે મહેનત કરશે.
ઝોહરા જબીનએ પોતાના અભ્યાસમાં ધો. ૯ થી એક સરળ આયોજન બનાવેલ હતું કે તે સવારે જે સ્કૂલે ભણે તેનું સાંજે ઘરે જઈને રિવિઝન કરતી હતી અને પરીક્ષાઓના દિવસો દરમિયાન તે થોડું ઘણું રીવિઝન કરતી બાકી તે પરીક્ષા સારી આપી શકે તે માટે સંપૂર્ણ ઊંઘ અને આરામ કરતી અને એકદમ ફ્રેશ રહીને પેપર આપવા જતી અને સમય પ્રમાણે પેપર પૂર્ણ કરતી હતી.