મોરબી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી શંકાસ્પદ રોકડ સાથે ઝડપાયા

મોરબી ગત તારીખ 9-6-2022 ના રોજ એસીબી કન્ટ્રોલરૂમ ને ટેલીફોનીક ખાનગી બાતમી મળેલ કે હળવદ થી મોરબી રોડ પર ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબી ના અધિકારી, વેપારીઓ પાસેથી નાણાં મેળવી નીકળે છે. જેથી સરકારી પંચ સાથે રાખી પી. કે. ગઢવી PI-ACB મોરબ ના એ સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવી, કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કાર મા હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી ના ઓ પાસેથી મળી આવેલ રોકડ અનુક્રમે રૂપિયા ૬૭૯૩૦ તથા રૂપિયા ૮૭૨૦ નો સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ ગણી, કબજે લઈ, મોરબી એસીબી પો. સ્ટે. માં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામા આવેલ છે.