પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા અદ્યતન એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી.લલિતભાઈ એ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકો ને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનોએ લલીતભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયા ને સન્માનિત કરવા માં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયા એ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરા ની કામગીરી બિરદાવી હતી.
આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભાભાઈ,અવચરભાઈ, ભરતભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંતભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજભાઈ વૈષ્ણવ, ઇલાબેન કગથરા, નયનભાઈ અઘારા, કે ડી. પડસુંબિયા, હિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા-પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.