મોરબી માથી આશરે ૧ લાખની કિમતના ખોવાયેલ મોબાઇલો શોધી અરજદારોને પરત આપતી પોલીસ

મોરબી માથી આશરે ૧,૦૦,૦૦૦ ની કિમતના ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી બી. ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા નાઓએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી નીચે મુજબના ચાર જેટલા આશરે ૧,૦૦,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે.

શોધી આપેલ મોબાઇલ (1) vivo y20 કી.રૂ. ૧૮,૦૦૦, (2) oppo a54 કી.રૂ. ૧૪,૦૦૦, (3) vivo v15 કી.રૂ. ૧૨,૦૦૦, (4) vivo y9i  કી.રૂ. ૧૫,૦૦૦, (5) oppo a16 કી.રૂ. ૨૦,૦૦૦/ (6) vivo v21 કી.રૂ. ૨૦,૦૦૦ આમ કુલ 6 મોબાઈલ મૂળ માલિકને પરત કરેલ છે