વિશાલ જયસ્વાલ હળવદ : તારીખ પે તારીખ ..નિંદ્રાધીન હળવદ નગરપાલિકા એ હળવદ વાસીઓ ને કર્યા નિરાશ- સરા રોડ પર ની સ્ટ્રીટ લાઈટ ૨ મહિના થી બંધ
અનેક ચોરી ના બનાવ છતાં પણ તારીખ પે તારીખ, પ્રમુખ ,ચીફ ઓફિસર લોકો જો વિશ્વાસ જીતવામાં અસફળ
તાજેતરમાં જ હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પોલીસ પ્રશાસન પોતાની કામગીરી કરી રહ્યું છે પરંતુ હળવદ નગરપાલિકાનું તંત્ર નિદ્રાધીન હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ સરા ચોકડી થી સરા તરફ જઈ રહેલ રસ્તા પર અંદાજિત ૧૫થી વધુ સોસાયટી આવેલ હોય હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય તંત્ર મોટા ઉપાડે સ્ટ્રીટ લાઇટના થાંભલા તો નાખ્યા પરંતુ ચાલુ કરવાનું જાણે ભૂલી ગયા હોય તેમ ૨ મહિના થયા પરંતુ આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી અનેક વખત અમારા રિપોર્ટર એ પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ને વાતચીત કરી હશે પરંતુ તારીખ પે તારીખે જ ચાલ્યા રાખ્યું
આટલી સોસાયટીઓ હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા ચાલુ કરવામાં તંત્ર કેમ કોઈ રસ ધરાવતું નથી રાજકીય નેતાઓ ચૂંટણી સમયે ઘરે ઘરે મત માંગવા જતા હોય છે પરંતુ સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડયા હોય તેવી ચર્ચાએ હળવદમાં જોર પકડ્યું હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર લાગશે કે પછી તંત્ર આમાં જ ઘોર નિંદ્રામાં રહેશે