સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીના ઉદ્યોગ નગરમાં પોલીસનો ડર રહ્યો નથી?

“સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓની નિષ્ફળતા કે પોલીસની નિષ્ક્રિયતા!!! મા દારૂનું દુષણ અટકતું નથી કે શું?”

મોરબીમાં મારામારી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી એ પોલીસની નિષ્ક્રિયતા કે પ્રજા ચિંતક નેતા ની ખામી એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ કાર્યોને વેગ આપી રહ્યા છે મોટાભાગની સુવિધા લોકોને ઘરબેઠા મળી એવા હેતુથી મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે છતા ભષ્ટાચાર અટકવાનું નામ જ ના લેતું હોય ત્યાં ઘટનાઓ અખબારોના સમાચાર બની રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું દુષણ અટક્યું નથી એ વાતને કોઈ શંકાને સ્થાન નથી મોરબી જેવા ઉદ્યોગ નગરીમાં દારૂ જુગાર અને મારામારી જેવી ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી રહી છે એ સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતા કે નેતાઓની પ્રજાહિત કામગીરીમાં નિષ્ફળતા એ એક ચિંતક પ્રશ્ન બુદ્ધિજીવીઓ માં ઉઠવા પામ્યો છે

મોરબી શહેર-જિલ્લામાં આવેલા હળવદ, વાંકાનેર, મોરબી ટંકારા અને માળિયા-મિયાણા વિગેરે વિસ્તારો સહિત મોરબીમાં જ્યાં ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિત જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ ની મોટી ટીમ પ્રજા રક્ષક તરીકે ફરજ બજાવી રહી છે એવા વિસ્તારોમાં છાશવારે દારુની પોટલી ના વિક્રેતાઓ અને પ્યાસી લોકો અખબારોના સમાચાર બની રહ્યા છે છતાં મોરબી શહેરના રાજકીય નેતાઓ અને અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવાના ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ ની નિષ્ક્રિયતા કે નેતાઓ ની નિષ્ફળતા ની નિશાની પૂરી પાડે છે ધારાસભ્ય સંસદ સભ્યો પાલિકા ના ચૂંટાયેલા કાઉન્સિલરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચો પોતાના મત વિસ્તારોમાં પ્રજાહિત પ્રજાલક્ષી વિકાસના કામો તો ઠીક પ્રજા માટે ચિંતક અસામાજિક પ્રવૃત્તિ અટકાવવામાં પણ નિષ્ફળ રહ્યા હોય તેમ મોટાભાગે દારૂનું દુષણ અટકવાનું નામ લે તું ના હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે

વિકાસ લક્ષી ફાકા ફોજદારી કરતા નેતાઓ અને વિરોધી બેનર સાથે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન કહેવાય હાલ મોરબીમાં દારૂના દૂષણ અટકવાનું નામ નથી લેતું જેના પરિણામે અન્ય નશીલા પદાર્થનું ડ્રગ્સ જેવી ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી હતી જો પોલીસ એલર્ટ હોય તો ચંપલ ચોર પણ ચોરી કરવાથી ડરે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી પરંતુ પોલીસનો ડર મોરબી પંથકમાં ના રહ્યો હોય તેમ છાશવારે મારામારી લુખા તત્વોનો આતંક મોરબીના નિર્દોષ નાગરિકો માટે ભયજનક ગંભીર ચિંતક બન્યો છે એ પોલીસ તંત્ર એ ભૂલવું ન જોઈએ માત્ર વાહનચાલકોને દંડ ફટકારી ટ્રાફિક સેન્સ અંતર્ગત એકલદોકલ દારૂડિયા જુગારીયા ને પકડી કાયદો વ્યવસ્થા ના રખેવાળની ઓળખતા પોલીસ તંત્ર ખરા અર્થ એ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ ને અટકાવવી જોઈએ આજના આધુનિક યુગની લાગણી અને માંગણી પ્રજા ચિંતક રહી છે.