પાટીયા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી 30 હજારથી વધુ લોકોને નિશુલ્ક છાશ વિતરણ કરી

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા એ પણ છાસ વિતરણ માં લોક સેવા નો લાભ લીધો હતો

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં કાર્યરત પાટીયા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં મેગા રક્તદાન કેમ્પ , શૈક્ષણિક કીટ વિતરણ, મેડીકલ સહાય , સહિતના ઘણા બધા સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે

આર્યુવેદમાં છાશનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં છાશનું સેવન ખૂબ જ આરોગ્યવર્ધક માનવામાં આવે છે જેથી પાટીયા ગ્રુપ હળવદ દ્વારા હળવદના સરા નાકા વિસ્તારમાં નિશુલ્ક છાશ વિતરણ કેમ્પ નું આયોજન કરેલ હતું .આ વિસ્તારમાં જ્યાં વાહનોની સતત અવર જવર રહેતી હોય છે ,હળવદ તાલુકાના ગામોમાંથી લોકો ખરીદી કરવા માટે અહીંથી પસાર થતા હોય છે તેમજ શહેરનું મધ્ય વિસ્તાર હોવાથી લોકોની અવરજવર પણ અહીં સતત હોય છે તેથી અહીં છાસ વિતરણ કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું જેમાં 20 દિવસની અંદર 30 હજારથી વધુ લોકોએ છાશ વિતરણ નો લાભ લીધો હતો

આ કેમ્પને સફળ બનાવવા માટે હળવદ પાટીયા ગ્રુપ ના ધર્મેશભાઈ શાહ, વિપુલભાઈ દવે તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ, દાતાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી