મોરબી મહેન્દ્રનગર વિસ્તારમાં રાજકોટમાં ચાલતી પ્રખ્યાત લિટલ કિડ્ઝ પ્રિ-સ્કૂલનું તથા ઉમા ટ્યુશન ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યોના હસ્તે થયું અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યોએ સંગીત સંધ્યામાં બાળકના ગીતો તથા બાળક અને માતાના ગીતો ગાઈને વાતાવરણ માતૃમય બનાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત.
સરસ્વતી વંદના તથા દીપ પ્રાગટ્યથી થઇ અને આ કાર્યક્રમમાં રાજકોટ લિટલ કિડ્ઝના સંચાલકો તથા મોરબી લિટલ કિડ્ઝના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.





