લવાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક પ૨ ઇંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
મોરબી રહેતા અને રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબી ખાતે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો સામે રાજકોટ રેલવે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.





બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશકુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો
