સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા ૧૮મો સમુહ લગ્નોત્સવ/યજ્ઞોપવિત સમારોહ યોજાયો

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ – મોરબી દ્વારા ૧૮ મો સમુહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત સમારોહ તારીખ ૧૨/૬/૨૨ ને રવિવાર ના રોજ ધામધુમ પુર્વક ઉજવાયો.

સંસ્થા દ્વારા છેલ્લા ૩૮ વર્ષ થી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમુહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત નુ આયોજન કરવામાં આવે છે આ સમારોહ માં બે યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા છે અને ૨૨ બટુકો એ યજ્ઞોપવિત ધારણ કર્યાં છે.

આ સમારોહ માં દીકરીઓ ને કરિયાવર માં ૧૩૫ થી વધુ વસ્તુ અને બટુકો ને ૩૦ થી વધુ વસ્તુઓ દાતાઓ તરફ થી આપવામાં આવેલ છે. આ સમારોહ માં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચાર થી વિધિ સંપન્ન કરેલ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આ સંસ્થા ના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઊઠાવેલ