હળવદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: ડ્રાઈવરની હાલત ગંભીર

હળવદ નજીક હાઇવે ઉપર મોડી સાંજે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ હળવદ નજીક હાઇવે ઉપર કોયબા ગામના પાટિયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં એક ટ્રક જે પાઇપ ભરીને જતો હતો તેની કેબિનનો બુકડો બોલી ગયો હતો. આ કેબિનમાં બેઠેલા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.