માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીઓની પૂર્તતા માટે પોર્ટલ ૧૮મી જૂન સુધી ખુલ્લું રહેશે

ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારઓને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારઓને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ . ૩૧/૦૫/૨૦૨૨ હતી.

પરંતુ સંયુકત નિયામક(ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તારીખ-૧૮/૦૬/૨૦૨૨ સુધી જરૂરી પૂર્વતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી પૂર્તતા સાથે અરજી કરવા  જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીની યાદીમાં જણાવાયું છે.