ભારતીય કિસન સંઘ મોરબી જીલ્લા માહા મંત્રી બાબુલાલ એલ. સિણોજીયા ની આગેવાણી મા ટંકારા તાલુકા ભારતીય કિસાન સંઘ સમીતિ સાથે રહિને ખેડુત ના હિત માટે સરકાર ને મામલતાદાર કચેરી ખાતે ૨ કલાક ધરાણા કરી આવેદન આપવામા આવ્યુ
વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે . જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે . જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે . જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનીક પણ મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા સરકાર સમક્ષ પ્રશ્ન રજુ કરવા મામલતાદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપવમાં આવેલ