હળવદ પોલીસની જુગારીઓ પર તવાઈ – ૮ ની ધરપકડ

મોડી રાત્રે ૧.૫૩.૨૩૦ ના મુદ્દામાલ સહિત ૮ ની જુગારીઓ ની ધરપકડ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ પોલીસે દારૂ તેમજ જુગાર ની પ્રવુતિઓ ને નાથવા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરી છે પી આઇ એમ વી પટેલ ની દેખરેખ હેથળ હળવદ મા મોડી રાત્રે પાકી બાતમી આધારે હળવદ પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ વિશ્વા પાર્ક વિસ્તાર માં આરોપી હસમુખ ખીમજીભાઈ ચાવડા જાતે દલવાડી ઉ.વ.૩૧ ધંધો ખેતી ના મકાન મા ધોડી પાસાનો જુગાર રમતા ૮ ઈશમો ને પકડી પાડયા હતા જેઓ પાસેથી ૧.૫૩.૨૩૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જુગારધારા ૪, ૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી

આ આઠ આરોપી મા ૧) હસમુખ ખીમજીભાઈ ચાવડા, ૨) શામજીભાઈ ઉર્ફ ભીખો ભાવજીભાઈ, ૩) મુસ્તુફા સબિરભાઈ નોકર, ૪) અલ્પેશ ઉર્ફ અપુ ભરવાડ, ૫) વિકીન ઉર્ફ વિકી જશુભાઇ શાહ, ૬) રણછોડ મેહુલભાઈ મુંધવા, ૭)મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી, ૮) નિલેશ રમણીકભાઈ ગોઠી આ ૮ ઈસમો સહિત ૧.૫૨.૨૩૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ કામગીરી મા પી. આઇ. એમ. વી. પટેલ , એ. એસ. આઇ. સી. એસ. કડવાતર, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા , રામદાન ધીરૂદાન ટાપરીયા, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, ગંભીર સિંહ વાઘજીભાઈ ચૌહાણ, દીપકસિંહ દશરથસિંહ સહિત ના એ રેડ પાડી હતી