મોરબી ABVP દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના મામલે પગલા જિલ્લા કલેકટરને રાવ

ABVP મોરબી દ્વારા માળીયા ની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓ ને અકસ્માત નો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટર ને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા અનુરોધ છે.