સંપૂર્ણ રકમ ફરિયાદીને ચૂકવવા તેમજ પાંચ હજારનો દંડ ભરવા કોર્ટનું ફરમાન
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકામાં ઘણી વખત ચેક બાઉન્સ ની ફરિયાદો થતી હોય છે ત્યારે આવી જ રીતે વધુ એક ફરિયાદ હળવદ કોર્ટમાં થઈ હતી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીએ જમીન લેવા માટે ચુકવેલ રકમ ૯૨૫૦૦૦ કેજે સામેવાળી પાર્ટીને આપેલ ત્યારબાદ જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરેલ તેમજ ફરિયાદીને પોતાની રકમ ચેક મારફત આપવા ચેક આપવામાં આવ્યો હતો પરંતુ ચેક બેંકમાં બાઉન્સ થતાં ૯૨૫૦૦૦ રૂપિયાની રકમ ન દેવાની દાનતે આ એક આપેલ હોય
જેથી ફરિયાદીના વકીલ લલિત સોનગરા ની ધારદાર દલીલ ને ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપી હિતેશભાઈ જગદીશ ચંદ્ર મહેતાને છ મહિનાની જેલ ની સજા ,તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ ૯૨૫૦૦૦ ફરિયાદીને પરત ચૂકવવા આદેશ કરવામાં આવ્યો અન તેમજ જો દંડ ન ભરે તો આરોપીને વધુ એક મહિનાની જેલની સજા આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો વકીલ લલિત જી સોનગરા ધારદાર દલીલો તેમજ તમામ પુરાવા ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો