મતદાર યાદીમાં નામ નોંધણી અને મતદાન અંગે યુવાઓને જાગૃત કરાયા
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ યોગ કાર્યક્રમમાં બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઈ યોગમય બન્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન માટે એક અલાયદો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. તારીખ ૦૧/૦૧/૨૦૨૨ ના જેમને ૧૮ વર્ષ પૂરા થઈ ગયા હોય તેમને નોંધણી કરાવવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ચૂંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટે ઓનલાઇન સર્વિસનો મહત્તમ ઉપયોગ કરવા સૌને માહિતગાર કરાયા હતા.




આ સર્વિસનો મોબાઇલ એપ્લિકેશન દ્વારા કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ હતી. કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેકટર એન. કે. મુછાર, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.એમ.કાથડ તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનના સ્ટોલની મુલાકાત લઇ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
