મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમા પાવર કાપ રહેશે

મોરબીમાં આવતીકાલે તારીખ ૨૨.૦૬.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મુનનગર ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.