આંતરરાષ્ટ્રીય યોગ દિવસ IDY-2022 ની થીમ “માનવતા માટે યોગ” છે. જેમાં સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સર્વે એકસાથે યોગ કરે તેવી વિભાવના કરવામાં આવી છે. તેથી 21 જૂન યોગ દિવસ અને 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવયુગ કોલેજમાં એનસીસી ગર્લ્સ કેડેટસ દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યોગ ટ્રેનર હેત્વી સુતરીયાએ યોગ શીખવ્યા હતા અને પ્રોગામના અંતમાં પ્રમુખ પી.ડી.કાંજીયાએ યોગ નું જીવનમાં મહત્વ વિશે કેડેટ્સને માહિતી આપી હતી.




