સરા રોડ પર લાઈટો ૨ થી વધુ મહિના થી બંધ ચીફ ઓફિસર એ તારીખ પે તારીખે આપી -કર્મચારીઓ પણ સાહેબ ને ગાંઠતા નથી ??
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ સરા ચોકડી થી સરા તરફ જઈ રહેલ રસ્તા પર અંદાજિત ૧૫થી વધુ સોસાયટી આવેલ હોય હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટના થાંભલા તો નાખ્યા પરંતુ ચાલુ કરવાનું જાણે ભૂલી ગયા હોય તેમ ૨ થી મહિના થયા પરંતુ આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી અનેક વખત અમારા રિપોર્ટર એ ચીફ ઓફિસર ને વાતચીત કરી હશે પરંતુ તારીખ પે તારીખે જ ચાલ્યા રાખ્યું
આટલી સોસાયટીઓ હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા ચાલુ કરવામાં તંત્ર કેમ કોઈ રસ ધરાવતું નથી ??
ચીફ ઓફિસર આવ્યા ત્યારે થી વેરા ની કડક ઉઘરાણી શરૂ કરી હતી અને અનેક કર્મચારીઓ ને કામે લગાડ્યા હતા અને વેરા ની વસુલાત કરવા સૂચના આપી હતી
પંરતુ લોકો ને પાયા ની સુવિધા આપવામાં ચીફ ઓફિસર નિષ્ફળ જોવા મળી છે ,અનેક વિસ્તાર મા પાણી મા પ્રશ્નો નું આજ દિન સુધી નિરાકરણ કરી શક્યા નથી ,અનેક પ્રશ્નો હજુ એમ નેમ જ છે ,આવ્યા ત્યારે પોતાની છાપ સારી ઊભી કરવા માટે પત્રકારો જોડે મિટિંગ કરી હળવદ ના વિસ્તાર ની સમસ્યા જાણી પરંતુ માત્ર એ ચર્ચાઓ હવા માં જ રહી કોઈ પ્રકાર ની કામગીરી નહિ
એવી જ રીતે સરા રોડ પર ની સ્ટ્રીટ લાઈટ બંધ હાલત મા છે ,હજુ ચાલુ કર્યા પેહલા જ જબકરા નાખતી સ્ટ્રીટ લાઈટો મરણ પથારીએ તો ચીફ ઓફિસર કોન્ટ્રાકટર સામે કેમ નત મસ્તક ??
મીડિયા મા લાઈમ લાઈન માં રેહવાના સોખીન ચીફ ઓફિસર વાત્સવ મા કામગીરી કરવામાં નિષ્ફળ ??