અગ્નિપથ એક પરિવર્તન : “અનોખી”ની કલમે…

પરિવર્તન આ શબ્દ બોલવો સહેલો છે એટલો જ સ્વીકારવો અઘરું છે. અને કહેવાય છે કે પરિવર્તન એ જગતનો નિયમ છે, દરેક જગ્યાએ દરેક સમયાંતરે કંઈક પરિવર્તન માંગે છે. શું તમે જાણો છો કે આજે દેશમાં પણ એક નિયમ પરિવર્તન થઇ રહ્યો છે? તમે જાણો છો એનું કારણ શું છે? તમે જાણો છો એના નિયમો શું છે ?નહીં તો તમે આ વાત તો જાણતા જ હશો કે આ પરિવર્તનો બહિષ્કાર કઈ હદે થઈ રહ્યો છે. હાલ બધાને પરિવર્તન જોઈએ છે પણ પરિવર્તન કંઈક ભોગ માંગે છે એ કોઇને દેવો નથી. ચાલો આજે આ પરિવર્તન એટલે કે અગ્નિપથ વિશે હું તમને થોડું જણાવું.
અગ્નિપથ કે જેમાં સામેલ થનાર યુવાનો અગ્નિવીર તરીકે ઓળખાશે.

આ અગ્નિવીર ઉંમર હાલ ફક્ત એક વર્ષ માટે સાડા ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષ રહેશે. આ ફેરફાર એ એવા યુવાનો માટે કરવામાં આવ્યો છે કે જે લોકો કોરોના ના કારણે બે વર્ષ સુધી આર્મીમાં ના જોડાય શક્યા કારણકે કોરોના ના કારણે બે વર્ષ સુધી ભરતી પ્રક્રિયા બંધ હતી. અને એક વર્ષ પછી ભરતી વખતે યુવાનો ની ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષ ફરજિયાત રહેશે. અગ્નિવીર જો આર્મીમાં જોડાય છે તો તેને ચાર વર્ષ સુધી ફરજિયાત નોકરી હશે. હવેથી દર વર્ષમાં બે વાર ભરતી થશે જેમાં સૈનિક બનનાર કુલ અગ્નિવીરોમાં નાં ૨૫% અગ્નિવીરોની નોકરી રાબેતા મુજબ રહેશે. જ્યારે દર ચાર વર્ષે ૭૫% અગ્નિ વીરોની નોકરી અહીં જ સમાપ્ત થશે. અગ્નિપથ હેઠળ જોડાનાર દરેક અગ્નિવીર નો પગાર પહેલા વર્ષે ૩૦૦૦૦, બીજા વર્ષે ૩૩૦૦૦, ત્રીજા વર્ષે 36500 જ્યારે ચોથા વર્ષે ૪૦૦૦૦ રહેશે જ્યારે અગ્નિવીર ચાર વર્ષ પછી છૂટા થાય છે ત્યારે તેને ૧૧૭૧૦૦૦ હજાર જેટલી રકમ આપવામાં આવશે. આ ૪વર્ષની અંદર જો કોઈ અગ્નિવીર શહીદ થાય છે તો તેના ૧ કરોડ તેના પરિવારજનોને અપાશે.અને ત્યાર પહેલાંના સૈનિક અને અગ્નિવીરો બધાને સુવિધા સરખી જ રહેશે.

કોઈપણ હોદ્દા પર હોય સૈનિકો કે અગ્નિવીરો પણ એમનામાં સમાનતા જળવાશે. કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં ભરતી પ્રક્રિયામાં બાકી બધા જ નિયમો સરખા જ રહેશે અને પોલીસ પાસેથી એન.ઓ.સી દરેક ઉમેદવારે મેળવવી ફરજિયાત છે. આ તો થઈ અગ્નિપથ યોજના વિશેની જાણકારીની. હવે તમને જણાવવા માંગુ છું શા માટે આ અગ્નિપથ યોજના વિશે નિર્ણય લેવાયો? અને આની નિર્ણયની કેમ જરૂર છે?

અગ્નિપથ આતો એક નામ અપાયું છે અને એનો અસલ હેતુ તો એ છે કે આપણા દેશની આર્મીના જવાનો ની સરેરાશ ઉંમર ઘટાડવી. આ પરિવર્તન લાવવાની વિચારણા કોઈ આજકાલથી નથી ઈ.સ. 1989થી આ વિચારણા ચાલી રહી છે. પણ એને અમલમાં ઈ.સ. 2022માં મૂકવામાં આવી છે. મારી અને તમારી વિચારધારા પર થી નહીં. પરંતુ અનેક તજજ્ઞો મળીને છેલ્લા ૨ વર્ષથી અનેક દેશોના સૈન્ય વિશે સંશોધન કરીને પછી આ નિર્ણય લેવાયો છે એનું એક ઉદાહરણ આપું તો અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ જેના સૈન્ય ના ૮૦% સૈનિક દર વર્ષે ૨૮ વર્ષની ઉંમરે સૈન્યમાંથી નીકળી જાય છે જ્યારે ૨૦% સૈનિકો જ આગળ સૈનિક સૈન્યમાં જોડાયેલા રહે છે. બાકીના ને છૂટા કરી દેવામાં આવે છે.

જ્યારે આપણા દેશના સૈન્ય ની સરેરાશ ઉંમર ૩૨ વર્ષ છે. અને અગ્નિપથ યોજના હેઠળ ની શરૂઆત થશે પછી આપણા સૈન્યની સરેરાશ ઉંમર ૨૬ વર્ષની થશે. તમે વિચારતા હશો કે સૈન્યની સરેરાશ ઉંમર ઘટાડીને આર્મીને શું કામ છે પણ તમે જાણો છો ૨૦૩૦ સુધીમાં આપણી કુલ વસ્તીમાં ૨૫ વર્ષ સુધીની વયના ૫૦% ઉપર યુવાઓ હશે. 25 વર્ષના ૫૦% વસ્તી હોય ત્યારે સૈન્યની સરેરાશ ઉંમર ૩૨ વર્ષ કેમ ચાલે એટલે આ પરિવર્તન અગ્નિપથ એ જરૂરી છે. હવે આપણે જોઇશું અગ્નિપથ થી થતા ફાયદા.

તમે વિચારતા હશો કે અગ્નિપથ ના ફાયદા શું વળી પણ તમે જાણો છો આપણા અગ્નિવીરોમાંથી જ્યારે ૪ વર્ષ પછી 75% અગ્નિવીરો જ્યારે આ સમાજમાં આવે છે ત્યારે એ કોઈ 25 વર્ષનાં યુવન નહિ પરંતુ એક ટ્રેન થયેલ અને પરિપક્વ અનુભવી માણસ બનીને સમાજને મળે છે. અને 25 વર્ષના યુવાન પાસે 11,71,000 જેટલી હાથ પર રાશિ હોય છે. અને પોતાને પ્રાપ્ત થયેલી કોઈના કોઈ પોતાની આવડત તો ખરી જ. યુવાન પોતાની આવડતથી પોતાનો વ્યવસાય કે પછી બીજી નોકરી મેળવી શકે છે. સામાન્ય માણસમાં અને એક સૈનિકની શિષ્ટતા માં ફરક હોય છે. આમ સમાજની આ અગ્નિવીરોમાં શિષ્ટ યુવાઓ મળે છે. જ્યારે પણ રશિયા અને યુક્રેન જેવી યુદ્ધમાં દેશની હાલત થાય તો દેશના આવા અનેક અગ્નિવીરો ટ્રેન થયેલા સૈનિકો દેશને કામ આવે. આમ ૪ વર્ષ બાદ પાછા આવેલ અગ્નિવીર સમાજને ઉપયોગી છે. આમ, આ અગ્નિવીર ના ફાયદા છે હવે આપણે અગ્નિપથની લઈને દેશમાં ચાલી રહેલા આક્રોશ વિશે વાત કરીશું.

સમજી શકાય કે આ કાયદાને લઈને અમુક લોકો નારાજ છે. પરંતુ લાંબા ગાળાના ફાયદા માટે અમુક નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. જેમ કે, આપણે જોઈએ છીએ કે નર્મદાને લીધે હાલ આપણું ગુજરાત રાજ્ય સમૃદ્ધ છે પરંતુ એમાં અનેક ખેડૂતોની જમીન ના ભોગે આજે આ સમૃદ્ધિ છે. આપણા સૈન્યમાં સૌથી વધુ યુપીના ૧૪૦૦૦૦૦, રાજસ્થાન ના ૧૦૫૦૦૦, બિહારના ૧૦૨૦૦૦ અને પંજાબના ૯૪૦૦૦ આ રાજ્યોમાંથી સૈનિકોની સંખ્યા વધુ છે માટે અહીં આ કાયદાને લઈને વધુ આક્રોશ જોવા મળે છે. પરંતુ આપણી જાહેર સંપત્તિ અને જાહેર જનતાને નુકશાન પહોંચાડવું એ ક્યારેય યોગ્ય નથી. ટ્રેનો સળગાવી, બસ પર પથ્થરમારો, પોલીસ પર હુમલો કરવો આ ક્યારેય યોગ્ય નથી .અગ્નિપથ ની સંપૂર્ણ માહિતી જાણ્યા વગર જ આત્મહત્યા જેવું પગલું ભરવું એ તો ક્યાંરેય કોઈ કાળે યોગ્ય નથી. “રક્ષક જ ભક્ષક બને”એ ક્યારેય વ્યાજબી નથી.

સૈનિક બનવું એ એક માત્ર નોકરી નહી જુસ્સો હોય છે દેશ પ્રેમ હોય છે પણ જોસ માટે યુવાનોએ હોસના ખોવો જોઈએ. અગ્નિપથ વિશે મારી તો આ વિચારણા છે. બાકી તમારી શું વિચારણા છે એ તો તમને ખબર. મને યોગ્ય લાગ્યું એ મેં જણાવ્યું અને તમને બતાવવાની કોશિશ કરી. અને તમે પણ આ નિયમને સમજીને દેશની સહભાગી થાવ એવી વિનંતી છે

અનોખી ( નિલમ ચૌહાણ )