હળવદ:ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા શાળા ખાતે બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં સતત છેલ્લા છ વર્ષથી સેવા કરતી સામાજિક સંસ્થા એટલે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જેઓ દ્વારા હળવદમાં અલગ અલગ પ્રવૃત્તિ કરી સમાજને ઉપયોગી બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે મૂળ ઉદ્દેશથી શરૂ થયેલી સંસ્થા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ મળે તે હેતુથી શરૂ થયેલી સંસ્થા આજે છેલ્લા છ વર્ષથી અલગ અલગ પ્રવૃત્તિ કરી રહી છે

આજે ઉમિયા નગર વાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા કે જ્યાં આસપાસના વાડી વિસ્તારના અંદાજિત ૬૦ થી ૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓ મજુર પરિવાર ના હોય તેનું ધ્યાને આવતા આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી છે જેમાં,પાટી,નોટબુક ,કંપાસ ,પેન્સિલ ,સંચો ,ચેક રબર સહિત ની વસ્તુઓ આપવામાં આવી