મોરબી પાલિકામાં ભાગ બટાઈના કારણે અનેક કામો નબળી ગુણવત્તા વાળા થઈ રહ્યા છે ??

મોરબી પાલીકામાં થતા કામોમાં 45% ભાગ બટાઈના અને 55 % માં કામ થાય છે ??

શાસક પક્ષના નેતાઓનો એક વિડિઓ પક્ષની આબરૂ કાઢતો થયો છે ખુદ શાસક પક્ષના નેતાઓ ટકાવારીની વાતો કરતા વિડીઓમાં જોવા મળ્યા છે શાસક પક્ષ નેતાઓ પક્ષની આબરૂ નિલામ કરી રહ્યા છે ત્યારે એ જોવાનું એ રહ્યું કે આ વિડિયો બાબતે શું પગલાં ભરવામાં આવે છે ?

વડાપ્રધાન એક બાજુ ભ્રષ્ટાચાર નાબુક કરવાની અને લોકોને સારી ગુણવત્તા વાળા વિકાસના કામો થાય તેવી વાતો કરી રહ્યા છે જ્યારે તે જ પાર્ટીના નેતાઓ મસ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને વિકાસના થતો કામોમાં ગુણવત્તા નો અભાવ જોવા મળી રહ્યો છે

મોરબી પાલિક હાલ વિકાસનો વેગ પકડી રહી છે ત્યારે અનેક વિકાસના કામો નિર્માણ પર છે જે સારી બાબત કહેવાય પણ એ કામો ગુણવતા વાળા થાય તો પ્રજા માટે સારું કહેવાય

મોરબી પાલિકા માં વિકાસના કામો માટે ટેન્ડર પ્રક્રીયા બાદ કોન્ટ્રાક્ટ ને કામ આપવામાં આવે છે તે કામ માટે અનેક લોકોને ટકાવારી ના ભાગરૂપે ભાગીદારી આપવામાં આવી રહી છે જેમાં 2 ટકા થી લઈને 6 ટકા સુધી ની ટકાવારી નકી કરવામાં આવે છે જેમાં અંદાજેત 45 ટકા હિસ્સો ભાગ બટાઈ માં જતો રહે છે બાકી વધ્યા 55 ટકા માં વિકાસનું કામ કરવામાં આવે છે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે અને બધી વાતો ખુદ શાસક પક્ષના નેતાઓ એક વિડિઓમાં તકવારીની વાતો કરી રહ્યા છે આટલી રકમમાં કેવું કામ થઈ શકે તે પણ એક સવાલ છે ?

હાલ મોરબી પાલીકા વિસ્તારમા પાલિકા હસ્તક આપેલ કોન્ટ્રાક્ટ દ્વારા થઈ રહ્યા છે અનેક સ્થળ કામોમાં હલકું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોય તેવુ લોકમુખે ચર્ચાય રહ્યું છે મોરબી પાલિકામ સંપૂર્ણ ભાજપ શાસતી હોય જેથી આ બાબતે ભાજપ ના આગેવાનો ફરિયાદ કરવી છે પણ પોતાના પક્ષ સતા પર જેથી કોઈ ફરિયાદ પણ કરી રહ્યા નથી તેવું હાલ લોકોમાં ચર્ચાય રહ્યું છે

મોરબીની પ્રજાને પાલિકા તંત્ર લૂંટી રહી છે અનેક કરોડો ના કામો નબળી કક્ષાના કરવામાં આવ્યા છે અને હાલ પણ થઈ રહ્યા છે તે કામોમાં નેતાઓ ભાગીદારમાં હોય જેથી નબળી ગુણવત્તા વાળા કામો થાય તો તે નેતા ના તેના જોરે રસ્તો કરી લિએ છે

મોરબીમાં ચાલતા કામો માં જો નબળી કક્ષા ના થઇ રહ્યા છે  તો આ બાબતે તપાસ કોણ કરશે તે એક મોટો પ્રશ્ન છે પ્રજાના ટેક્સ ના રૂપિયા થતા આ કામો નબળી કક્ષાના થઈ રહ્યા છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તો અનેક કામોમાં ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે