મોરબી : સિવિલ હોસ્પિટલ ખાતે ન્યૂટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો 

તારીખ 23/06/2022 ના રોજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન માટે ન્યૂટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા બહેનો ને અંદાજીત રૂપિયા ૧૫૦૦ કિમત એક આવી 40 જેટલી કીટ આપવામાં આવેલ હતી.

કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટ ના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમ માં માર્ગદર્શન ડી.ટી.ઓ. એન. એન.ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું

કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમમાં સિરામિક એસોશિયેશન માંથી 1)સીરામીક એસોસિએશન ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા(wall tiles Division), 2)સીરામીક એસોસિએશન ના પ્રમુખ,  મૂકેશભાઈ કુંડારિયા(vitrified tiles Division) હાજર રહેલ હતા.તેમના વરદહસ્તે સગર્ભા માતાઓને ન્યૂટ્રેશન કીટ આપવામાં આવેલ હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં માંથી 1)ડૉક્ટર કાંતિલાલ સરડવા (RMO) સિવિલ હોસ્પિટલ મોરબી, 2)પિયુષભાઈ જોષી (DPC) જીલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી કાયૅક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા.