ગાંધીનગરથી આવેલા મહિલા અને બાળ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં માળીયામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

હાલ ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરામાં ગાંધીનગર થી આવેલા મહિલા અને બાળ વિભાગના વર્ગ-૧ અધિકારી જે.આઈ. લેઉવાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ નાના ભૂલકાઓને શિક્ષણકીટ આપીને તેમજ મિઠાઈ ખવડાવીને શાળાના પ્રાંગણમાં આવકાર્યા હતા.

આ તકે વર્ષામેડી ખાતે બાળકો માટે શાળાએ આવવા-જવાની સુવિધા અર્થે મહાનુભાવોના હસ્તે ટ્રાન્સપોર્ટ વાનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે માળીયા(મી.‌) તાલુકા વિકાસ અધિકારી આર.કે. કોંઢિયા, બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની, અગ્રણી બાબુભાઈ હુંબલ, વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરાના સરપંચશ્રીઓ શાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.