શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં ધોરણ ૧ માં ૬૦ વિદ્યાર્થીઓને રંગેચંગે પ્રવેશ અપાયો

મોરબી શહેરમાં આવેલ શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મહેમાનો હસમુખભાઈ વડાવિયા (ઈજનેર જિલ્લા પંચાયત)  કે.ડી પડસુંબીયા તેમજ રિતિકભાઈ વિડજા સી.આર.સી.કો-ઓર્ડીનેટર ના હસ્તે ધોરણ એક માં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

આ કાર્યક્રમમા ધોરણ ૩ થી ૮ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.તેમજ NMMS પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં સ્થાન મેળવનાર ચાર વિદ્યાર્થીઓને સન્માન સાથે પ્રોત્સાહક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સુંદર નૃત્ય સાથે પ્રાર્થના ગીત રજુ કરવામાં આવેલ હતું.

શાળામાં જુદી જુદી રીતે પોતાનું પ્રદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં હરેશભાઈ ચાવડા, બળદેવભાઈ નકુમ, ગોકળભાઈ ડાભી, પ્રકાશભાઈ ડાભી, કિશનભાઇ ડાભી, મોરભાઈ ડાભી, રમેશભાઈ ડાભી, પ્રવીણભાઈ નકુમ, ધનજીભાઈ કાલરીયા વગેરે દાતાઓનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશીએ કરી હતી. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ડાભી ચંદ્રિકા, સોનગરા જય તેમજ વિજયભાઈએ કરી હતી