હળવદ ખાતે કટોકટી દિવસની જાણકારી રહે તે માટે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન થયું

મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા કટોકટી ના કાળા કાયદા ની માહિતી યુવાનો ને મળી રહે તે હેતુ થી કાર્યક્રમ નુ આયોજન

વિશાલ જયસ્વાલ હળવદ : મોરબી જીલ્લા યુવા ભાજપ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૫ જૂન કટોકટી દિવસ એટલે લોકશાહી માટે ના કાળા દિવસ ની જાણકારી યુવાનો ને મળી રહે તેવા આશય થી વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટી લગાવી દેવામાં આવી હતી અને વિપક્ષ ના તમામ કાર્યકરો ને ગોતી ગોતી મિષા ના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અંકુશ લગાવી દેવામાં આવ્યો હતો અને દેશ ની લોકશાહી નું હનન કરવામાં આવ્યું હતું અને જન નાયક જય પ્રકાશ નારાયણ , અટલ બિહારી વાજપેયી થી લઇ દેશ ના ખૂણે ખૂણે થી વિપક્ષ ના લોકો ને વિના કારણે જેલ હવાલે કર્યા હતા

અત્યાચાર ગુજારવા માં આવ્યા હતા ત્યારે આ કાળા કાયદા ને વખોડી નાખવા માટે અને આ કાળા કાયદા થી જે લોકશાહી નું હનન કરવામાં આવ્યું હતું તેની માહિતી હાજર સૌ ને પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ માં હળવદ માંથી કટોકટી દરમિયાન હળવદ ના જે કાર્યકર્તા જેલ માં રહ્યા હતા તે પૈકી ના બીપીનભાઈ દવે , વિભાકરભાઈ પરીખ અને નાગરદાસ ચાવડા નું સાલ ઓઢડી અને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને મુખ્ય વક્તા તરીકે બીપીનભાઈ દવે , ચંદુભાઈ શિહોરા , વિજયભાઈ જાની અને રણછોડભાઈ દલવાડી એ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ભાજપ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી