માળિયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને તેમજ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. સાથે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું તેમજ શાળાને તન, મન અને ધન થી હંમેશા મદદ કરનાર દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર શાળાની વિદ્યાર્થીની ચાવડા બંસી વનરાજભાઈ દ્વારા સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન ડાંગર દિપ સંજયભાઈ તેમજ ડાંગર દિયા સુરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ સ્વ.દિવાળીબેનના સ્મરણાર્થે તેમના પુત્ર ડેનિસ પ્રભાતભાઈ કાનગડ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના અધિકારીશ્રી જે. આઈ. લેઉઆ, મોરબી જિલ્લા પ્રાંત અધિકારીશ્રી ડી. એ. ઝાલા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર. એ. કોંઢીયા, માળિયા તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ લાવડીયા, ગામના આગેવાન અમુભાઈ ડાંગર અને સરપંચ સુરેશભાઈ ડાંગર, તેમજ શાળાના નિવૃત્ત આચાર્ય બલભદ્રસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શિક્ષકોએ ખાસ જહેમત ઉઠાવી હતી.