શ્રી રવાપર નદી શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

શ્રી રવાપર નદી પ્રા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ડો. નીતિનભાઈ ફળદુ નિયામકશ્રી પશુપાલનખાતું મોરબી સીઆરસી કોઓર્ડીનેટર ધર્મેન્દ્રભાઈ રંગપરીયા રવાપર નદી ગામના સરપંચ શ્રી બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તેમજ તેમજ એસએમસી અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ વાલીગણ તેમજ ગામના આગેવાનો તેમજ શાળા પરિવારે હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા આ શુભ પ્રસંગે આ શાળાના દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હાલ અમદાવાદ નારોલ ખાતે પી.આઈ તરીકે ફરજ બજાવે છે. રામદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તરફથી શાળાને માઈક સેટ આપવામાં આવ્યો.

ઝાલા સહદેવસિંહ નરવીર સિંહ તરફથી બાળકોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે તેવા હેતુથી શાળાને R.O પ્લાન્ટ આપવામાં આવ્યું તેમજ રવાપર નદી ના જ વતની હાલ મોરબી એવા રાજુભાઇ દેલવાડિયા તરફથી આખી શાળાને કલરકામ ની મજૂરી નો ખર્ચ આપ્યો. તેમજ રવાપર ગ્રામ પંચાયત તરફથી શાળા ને સ્માર્ટ ટી.વી આપવામા આવ્યું.મહેશભાઈ પટેલ હાઈબોન લેમીનેટ તરફથી આ શુભ પ્રસંગે દરેક બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો આ ઉપરાંત શાળા ને અને ગામ ને હરિયાળું બનાવાના ઉદેશ થી અને બાળકો ની યાદગીરી સ્વરૂપે શાળા પરિવાર દ્વારા દર વર્ષે શાળા માં જેટલા બાળકો દાખલ થાય એટલા બાળકો ના નામ થી વૃક્ષારોપણ કરવા માં આવ્યું