મોરબીની માધાપરવાડી શાળામાં મન મોહક પ્રવેશ મહોત્સવ સંપન્ન

માધાપરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 નેવું બાળકોને ધો.1 માં પ્રવેશ આપાયો

માધાપરવાડી શાળાના વિકાસમાં યોગદાન આપનાર 40 ચાલીસ દાતાઓને સન્માનિત કરાયા, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા 96 છનું વિદ્યાર્થીઓ માટે ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહન સુવિધાને લીલી ઝંડી અપાઈ.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો,બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ,વર્ષ 2002/03 થી શરૂ થયેલ આ પરંપરા આ વર્ષે વિસમાં વર્ષે પ્રવેશ પ્રવેશ્યો ત્યારે ચાલુ વર્ષે માધાપરવાડી શાળામાં પ્રવોશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 નેવું બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો આ બધાજ બાળકોને ભુરજીભાઈ પરમાર અને ડૉ.ગણેશભાઈ નકુમ સરપંચ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો.ત્રણ કિલોમીટર દૂરથી આવતી 96 છનું વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને લિલી ઝંડી પ્રસ્થાન કરવાયું હતું.

તેમજ બંને શાળા માટે મધ્યાહ્નન ભોજન શેડ બનાવવામાં આર્થિક યોગદાન આપનાર 40 ચાલીસ જેટલા દાતાઓને સાલ ઓઢાડી,હાર પહેરાવી,સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું.ધો.3 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને કલરકિટ અર્પણ કરાઈ હતી, આ પ્રસંગે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કરનાર હેન્સી દિલીપભાઈ પરમાર અને સરસ્વતી રમેશભાઈને મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.

આ પ્રસંગને દીપાવવા દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પરેશભાઈ દલસાણીયા શ્રેયાન અધિક્ષક નિયામક કચેરી ગાંધીનગર,પંચાયત-મોરબી જી.એચ.રૂપાપરા સીટી મામલતદાર મોરબી, પ્રવીણભાઈ ભોરણીયા આશી.ડીપીસી-મોરબી મહાવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ તાલુકા ભાજપ વાંકાનેર, ધનજીભાઈ દંતાલિયા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત-મોરબી પરેશભાઈ રૂપાલા સદસ્ય તાલુકા પંચાયત-મોરબી બચુભાઈ અમૃતિયા મંત્રી જિલ્લા ભાજપ મોરબી,વગેરે હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલીયા બંને આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.