રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મંચ પરથી નીચે ઉતરી દિવ્યાંગ શિક્ષિકાનું સન્માન કર્યું.

મોરબીના પ્રવેશોત્સવ દરમ્યાન બ્રિજેશભાઈ મેરજાની સાલીનતા સરળતા અને સહહ્ર્દયતાના દર્શન થયા.

પ્રવેશપાત્ર દીકરીને એક પિતાની જેમ તેડીને,આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો.

મોરબી રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ,રોજગાર,શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઈન્દીરાનગર, મહેન્દ્રનગર અને ઘુંટું ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધાર્યા હતા ત્યારે ઈન્દીરાનગર ખાતે બાળાઓને પિતાની જેમ આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો અને પ્રવેશ મેળવનાર બાળકો વચ્ચે બેસી ગયા હતા,એવી જ રીતે મહેન્દ્રનગર ખાતેના પ્રવેશોત્સવ દરમ્યાન બ્રિજેશભાઈને ધ્યાનમાં આવ્યું કે અહીં એક દિવ્યાંગ શિક્ષિકા ચેતનાબેન અમૃતિયા ફરજ બજાવે છે જેમને ડાયાબિટીસના કારણે બંને પગ કપાવવા પડ્યા છે. પેન્ક્રીયાઝનું પણ ઓપરેશન કરાવેલ છે. છતાં આ બહેન નિયમિત શાળાએ આવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે,આ શિક્ષિકા બહેન દિવ્યાંગતા ના કારણે મંચ પર ચડી શકે તેમ ન હોય મોટિવેશન પૂરું પાડવા માટે બ્રિજેશભાઈ મેરજા સન્માન કરવા માટે મંચ છોડી અને મંચની નીચે ઉતરી શિક્ષિકા બહેનનું સન્માન કરી સાલીનતા,સરળતા અને સહ હ્ર્દયતાના દર્શન કરાવ્યા હતા અને થોડીક ક્ષણો વાતાવરણ ભાવુક બની ગયું હતું.