મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની BCCI/NCA માન્ય કોચ બનશે

મોરબી જીલ્લા ક્રિકેટ એસોના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાની બીસીસીઆઈ/એનસીએ માન્ય કોચ બનશે તા. ૨૦ થી ૨૪ જુન સુધી બીસીસીઆઈ અને નેશનલ ક્રિકેટ એકેડેમી દ્વારા કોચીઝ માટેના કોર્સનું આયોજન કરાયું હતું જેમાં નિશાંત જાનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્વારા નિશાંત જાનીનું નામ સિલેક્ટ કરીને મોકલવામાં આવ્યું હતું અને ૫ દિવસના કોર્સમાં નવું ઇન્વેશન, ટેકનીક્સ, ક્રિકેટ આખું સાયન્સ છે કઈ રીતે કામ કરે છે જેમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ઉપરાંત વિકેટ કીપિંગ બધી સ્કીલ્સ વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી હતી

૫ દિવસના ઓનલાઈન કોર્સમાં ૨ દિવસ રૂબરૂ તાલીમ માટે નિશાંત જાની બેંગ્લોર જશે જ્યાં બીસીસીઆઈની હાઈ ક્લાસ લેવલની ફેકલ્ટી પાસેથી નવીનતમ શીખશે જે મોરબી ડીસ્ટ્રીકટ એસો માટે અને મોરબીના ખેલાડીઓ માટે આ ગર્વની બાબત છે મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત બીસીસીઆઈ માન્ય કોચ નિશાંત જાની બનશે

જે અંગે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો પણ મળતો રહ્યો છે અને તેઓએ મોરબીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નીખરી સકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય જે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિશાંત જાનીએ ઉમેશ પટવાલ જે એમના છેલ્લા ૧૪ વર્ષથી મેન્ટરીંગ કરે છે એવા એમના ગુરુ પણ ઇન્ટરનેશનલ ટીમ સાથે જોડાયેલા છે નિશાંત જાનીએ કહ્યું હતું કે તેઓ ઉમેશ પટવાલ સાથે સતત નવી ટેકનીક્સ શીખતા રહે છે અને મેન્ટરીંગ પણ કરતા રહે છે