સૌરાષ્ટ્ર યુનિવર્સિટી B.Sc Sem-4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની મોરબી જિલ્લા પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં નવયુગની વિદ્યાર્થિનીઓએ સ્થાન જાળવી રાખ્યું છે. મોરબી જિલ્લા પ્રથમ આદ્રોજા માનસી ૯૨.૧૮%, તૃતીય પંડ્યા પ્રેક્ષા ૯૦.૦૦%, ચતુર્થ વડાવિયા રાધિકા ૮૯.૪૫% મેળવી કોલેજની યશોગાથાને આગળ ધપાવી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.