સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી ના દેશોમા ચાલી રહેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્નોના મુદ્દે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ઉઘોઁગભવન દિલ્હી ખાતે મિનીસ્ટ્રી ઓફ કોમસઁ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામા આવેલ
જેમા મીડટમઁ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દ્વારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામા આવે તેમજ મોરબી સીરામીક એસોસીએસનને એક્સપોટઁ પ્રમોશન કાઉન્શીલ ફાળવવામા આવે તે બાબતે રજુઆતો કરવામા આવી જેમા મોરબી સીરામીક એસોસીએસનના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર રહેલ




