માળીયા મિયાણા તાલુકાના ચીખલી પ્રાથમિક શાળામાં 22 વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવ્યો

માળિયા-મિયાણા તાલુકાના ચીખલી ગામે શાળા પ્રવેશ ઉત્સવ ઊજવવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ગામ લોકો ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો

રીપોર્ટર ઇશાક પલેજા : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે આજરોજ તારીખ ૨૫.૬.૨૦૨૨ને શનિવાર ના રોજ માળીયા તાલુકાની શ્રી ચીખલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ૨૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેને ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડી.વી.ગઢવી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા માળીયા તાલુકાના યુવા મોરચાના ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડિયા ચીખલીના સરપંચ કટિયા કરીમભાઈ અને ઉપ સરપંચ દેગામા જગદીશભાઈ અને ગામના આગેવાનોએ તથા ચીખલી પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ જેઠવા તેમજ શાળા નો સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન દ્વારા દિપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાળામાં ૩ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માં એક થી ત્રણ નંબર મેળવનાર બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ મુખ્ય મહેમાન ડી.વી.ગઢવી દ્વારા બાળકોને કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું અને ધોરણ એક માં પ્રવેશપાત્ર બાળકો ને કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો એમ આ કાર્યક્રમનો હેતુ સિદ્ધ કર્યો. ત્યાર બાદ smc બેઠકમાં હાજર રહી smcના સભ્ય સાથે ચર્ચા કરવાંમાં આવી અને વૃક્ષ રોપણ કરી અને આ કાર્ય ક્રમને ખુબ જ ઉત્સાહથી પૂર્ણ કર્યો