જુના દેવળીયા ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી: શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળા અને શ્રી જુના દેવળીયા કન્યા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ ૧મા પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાર્દિક રવીચંદ જેસ્વાણી તરફથી આપવામાં આવેલ હતી. વાર્ષિક પરિક્ષા મા ધોરણ ૧ થી ૮માં બંને શાળામાં ૧ થી ૩ નંબર મેળવેલ કુલ ૪૮ વિદ્યાર્થીઓને શૈલેષભાઈ પૂજારા તરફથી શૈક્ષણિક કીટ નું ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ હતું.

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ N.M.M.S. પરિક્ષા મા મેરિટમાં સ્થાન પામનાર 3 બાળકો ને શાળા પરિવાર તરફથી શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરેલ.
ગત વર્ષે ૧૦૦ ટકા હાજરી ધરાવતા નિયમિત બાળકોને શૈક્ષણિક કીટ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાર્દિક રવીચંદ જેસ્વાણી તરફથી આપવામાં આવેલ હતી. આ તકે બંને શાળાના તમામ 500 બાળકોને 8 ચોપડાનો સેટ આપનાર રોયલ ગૃપ જુના દેવળીયા, શાળાના દરેક કામમાં સહભાગી થનાર રવિન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર, ચામુંડા ડી.જે. જુના દેવળીયા, બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરનાર શૈલેષભાઇ પુજારા, અને આખા વર્ષના પ્રવૃતિના ઇનામના દાતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાર્દિક રવિચંદ જેસ્વણીનું શાળા પરીવાર તરફથી સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં હળવદ તાલુકાના મામલતદાર એન.એસ.ભાટી, હળવદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણભાઈ, તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઇ, ગામના પ્રથમ નાગરિક સરપંચ વશરામભાઈ સોલંકી, હળવદ ૪ના સી. આર. સી. કેતનભાઈ પટેલ, નિવૃત આચાર્ય તથા શિક્ષક, ગામના આગેવાનો, એસ.એમ.સી.ના સભ્યો , બાળકોના વાલી વગેરેએ ઉપસ્થિત રહી શાળાને પ્રોત્સાહિત કરેલ હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન શાળા ના બાળક દ્વારા કરવામાં આવેલ અને બંને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.