માળીયામિંયાણાના રોહીશાળા પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવા પ્રાથમીક લક્ષ્ય સાથે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનું આયોજન કરેલ છે.
જેમા માળીયા તાલુકાના રોહીશાળા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭માં શાળા પ્રવશોત્સવની શાનદાર ઊજવણી મુખ્ય મહેમાન મોરબી જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીના ડી.વી.ગઢવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંદીપભાઈ કાલરીયાએ દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળાના ધોરણ ૧માં પ્રવેશ કરનાર બાળકોને સ્કુલ બેગ સહીતની શૈક્ષણીક કીટનુ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ શાળાના પ્રથમ દ્વિતિય તૃતિય નંબરે પાસ થયેલ વિધાર્થીઓને યોગ્ય પુરસ્કાર આપીને ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો ગ્રામજનોએ શાળાના તમામ ઉત્સાહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીને ઉત્સાહ વધાર્યો હતો તેમજ શાળામાં સારૂ યોગદાન આપનાર મુખ્ય દાતા સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયાને ડી.વી.ગઢવીએ સાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો આમ રોહીશાળા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમ યોજી શાનદાર ઊજવણી કરી હતી.
જેમા ખાસ ઉપસ્થિત રહેલા મોરબી જિલ્લા સહકારી મંડળીના રજીસ્ટર ડી.વી.ગઢવી, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, ખાખરેચી સીઆરસી જયેશ ગઢીયા, હસમુખ કૈલા પુર્વ ઉપપ્રમુખ માળીયા ભાજપ ભારદ્વાજ રંગપડીયા પુર્વ મહામંત્રી માળીયા ભાજપ રોહીશાળા ગામના ઉપસરપંચ કૈલાશભાઈ કાલરીયા પ્રાગજીભાઈ કાલરીયા પ્રભુભાઈ કાલરીયા શાળાના આર્ચાય કનુભાઈ દઢાણીયા સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા મીલનભાઈ કાવર અને શિક્ષકગણે સારી એવી જહેમત ઉઠાવી હતી.