હડમતીયા ગામના અને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ રામાવતનો આજે જન્મદિવસ

(અહેવાલ:મયંક દેવમુરારી) : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામના કલાસ-૧ પરીક્ષા પાસે કરીને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ મુકુંદભાઈ રામાવતનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી જિલ્લાના હડમતીયા ગામના રહેવાસી અને હાલ સુરત રહેતા મુકુંદભાઈ રામાવતના પુત્ર મિલનભાઈ ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે સુરત રહેતા તેમના પિતાએ મિસ્ત્રીકામ કરીને પુત્ર મિલનભાઈને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરાવી પુત્રને કલાસ-૧ની પરીક્ષા પાસ કરાવીને કેમિસ્ટ્રી-૧ના અધિકારી બનાવ્યા છે

તાજેતરમાં લેવાયેલી જીપીએસસીની ક્લાસ-૧ અધિકારીની પરીક્ષા પુર્ણ કરી તેઓ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કમિશ્નરની કચેરીમાં કેમિસ્ટ્રી વર્ગ-૧ની પરીક્ષામાં સમ્રગ ગુજરાતના મેરીટમાં પ્રથમ સ્થાને આવતા ગાંધીનગર ખાણ ખનીજ કમિશનની કચેરી ખાતે સિલેક્ટ થતા પરીવાર અને ગામનુ ગૌરવ વધારેલ છે ત્યારે આજે તેમના જન્મદિવસે સમ્રગ જિલ્લા અને હડમતીયા ગામનુ ગૌરવ વધારનાર મિલનભાઈને પરીવારજનો મિત્રો સહીત નામી અનામી મિત્રો દ્વારા શુભકામના પાઠવી રહ્યા છે