રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પ્રદર્શન તેમજ સખી મેળાનું ઉદ્દઘાટન કરી ખુલ્લો મુકશે

વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રા તેમજ સખી મંડળો દ્વારા વેચાણ મેળાનું આયોજન કરવામાં આવશે

મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે ૩૦ મી જૂનના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ. ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ૩૦ મી જૂન થી ૮મી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્દઘાટન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, કરછ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત અગ્રણી તેમજ જિલ્લા વહીટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

૩૦મી જૂનથી ૮મી જુલાઈ દરમિયાન આ મેળાનો લોકોને વધુ ને વધુ લાભ લેવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.