મોરબી : બુલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરતી પોલીસ

મોરબી જીલ્લામાં વાહન ચેકીંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેથી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી તથા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના એ-ડીવી, બી-ડીવી, મોરબી તાલુકા, ટ્રાફિક શાખા તથા એલ.સી.બી.,એસ.ઓ.જી શાખાઓને સુચના મુજબ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા બુલેટ મોટર સાયકલોના ચાલકો સાયલેન્સરમાંથી વિસ્ફોટક/ ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહન ચાલકો સામે એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૫ વાહનો ડીટેઇન કરેલ છે. તેમજ આવા વાહન ચાલકો વિરૂધ્ધ ડીટેઇન કરવાની કાર્યવાહી ચાલુ છે.