મોરબી શહેરમાં બિસ્માર રોડ-રસ્તા ખુલ્લા ગટરના ઢાંકણા, સ્વચ્છતા સહિત અનેક સમસ્યાનો સામનો મોરબીવાસીઓ કરી રહ્યા છે. ત્યારે વિકાસલક્ષી કામોમાં ભષ્ટ્રાચાર પણ થતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં જ મોરબી નગરપાલીકાના પટાંગણમાં મહિલા ચેરમેનના પતિ અને ભાજપના કાર્યકર મનુભાઈ સારેસા તથા નગરપાલિકાના પ્રમુખના પતિદેવ કે.કે.પરમાર સાથે કોન્ટ્રાક્ટના કામમાં કમિશન બાબતે ચર્ચામાં લાલો કમિશન લઇ ગયો તેવી ચર્ચાઓ થય રહી હતી. જે વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે.
ત્યારે નગરપાલિકામાં થતી ભષ્ટ્રાચારની પોલ ખુલ્લી છે. વાઇરલ થયેલા વિડિયો બાદ “લાલો” કોણ તે મુદ્દે તપાસ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ થય રહી છે. ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ એસીબી નિયામકને રજુઆત કરી રજૂઆત કરી હતી કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખ પતિ દ્વારા ૬ ટકા કમિશન લાલો લય ગયો છે. જે વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે. તે લાલો કોણ એ તપાસનો વિષય છે. અમારા જાણમાં આવેલ મુજબ લાલો ઉફ લાલા ભાઈ કાળુભાઇ પરમાર નહિ પણ કોય અન્ય કોન્ટ્રાકટર લાલો છે. તે આં કળા કરી ગયો છે. તેવી આઘાર ભૂત માહિતી પાલિકા કચેરીમાં ચર્ચાય છે. ત્યારે આ લાલા કોન્ટ્રાક્ટની તપાસ કરવા આવે તો પાલિકામાં ચાલતા બેફામ ભષ્ટ્રાચારમાં લેવાતી ટકાવારીમાં કોણ કોણ સામેલ છે. તે બહાર આવશે માટે લાલાની તપાસ કરવા માંગ છે.