દેવ સોલ્ટ દ્વારા માળિયાના પાંચ અંતરિયાળ ગામોની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સદાય સેવાકીય પ્રવૃતિઓ અગ્રેસર રેહતા એવા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા મિયાણા તાલુકાના અંતરિયાળ ગામણી પાંચ સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

માળિયા મિયાણા તાલુકાના હરીપર, જુના દેવગઢ, નવા દેવગઢ, જાજાસર અને બગસરા ગામની પ્રાથમિક શાળાઓ માં આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર દેરક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ શૈક્ષણિક કીટમાં સ્કૂલ બેગ, અભ્યાસ સામગ્રી, ચોકલેટ અને બીસકીટ આપવામાં આવ્યા હતા. આ પાંચ શાળાઓમાં ફૂલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદ ઉપરાંત બગસરા પ્રાથમિક શાળા માં ર કમ્પ્યુટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ત્યારે શાળા પરિવાર, ગ્રામ પંચાયત તથા હાજર રહેલ ગ્રામજનો દ્વારા દેવ સોલ્ટ નો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન દેવ સોલ્ટના ચેરમેન ડી. એસ ઝાલા અને એમડી હીરેન્દ્રસિંહ ઝાલા ના નેતૃત્વ હેઠળ કંપનીના સીનયર અધિકારી વિવેક ધુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને ચેતન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.