વિનામૂલ્યે આવા સ્ટોલ અવિતર મળવાથી અમારા સખી મંડળ અને મહિલાઓનો વિકાસ થાય છે – સોનલબેન મકવાણા
મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથની ૨૦ બહેનો દોરા અને ખિલીઓથી વોલ પિસ બનાવી રોજગારી મેળવે છે.




ગીર સોમનાથનું મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથ કે, જે ધાગાઓના તાંતણે તાંતણે ખીલીઓ જોડી નિર્જીવ ચિત્ર કે છબી જાણે ચેતનવંતું બનાવે છે !
ખિલી અને દોરાથી વોલ પીસ બનાવી સ્વરોજગારી મેળવતા ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવડ ગામના મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથના મકવાણા સોનલબેન મોરબી ખાતેના સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ મળતા જણાવે છે કે, અમારા આ સખી મંડળ હેઠળ ૨૦ બહેનો રોજગારી મેળવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અવિરત પણે આવા સ્ટોલનું આયોજન થતુ રહે છે. વિના મૂલ્યે આ સ્ટોલ મળતા હોવાથી અમારા સખી મંડળનો વિકાસ થાય છે અને સાથે સાથે અમારી બહેનોને પણ વિકાસ થાય છે.
આ મહિલાઓના આર્થિક ઉપાર્જન સમા આ સ્ટોલ વિનામૂલ્યે મળતા હોવાથી સોનલબેન સરકારનો આભાર માને છે.
